સુરત ઈચ્છાપોરમાં લાલ મરચાનો પાઉડર આંખમાં નાખી લુંટ
લુંટ કરી ભાગી છુટેલા લુંટારૂને હિમાચલ પ્રદેશના મનાલીથી ઝડપ્યા
આરોપી જતીન ઉર્ફે જતીનસિંગ અંતરસિંગ ચૌધરીને ઝડપ્યો
લાલ મરચાનો પાઉડર આંખમાં નાખી લુંટ કરી ભાગી છુટેલા લુંટારૂને હિમાચલ પ્રદેશના મનાલીથી ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડ્યો છે.
ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 16મી ડિસેમ્બરે તુશાંક ત્રિવેદીની પત્નિ નીલુબેન કે જે હાલમાં ગર્ભવતી હોય તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતો જતીન ઉર્ફે જતીનસિંગ અંતરસિંગ ચૌધરીએ તેમના ઘરના દરવાજાને ખખડાવ્યો હતો અને તેઓએ દરવાજો ખોલતા જ નીલુબેનની આંખમાં મરચાની ભુખી નાંખી તેઓને માર મારતા બેહોશ થઈ ગયા હતા ત્યારબાદ આરોપી તેમના ઘરમાંથી દાગીના સહિત લાખોની મત્તા ચોરી ભાગી છુટ્યો હતો. તો ઈજાગ્રસ્ત નિલુબેનને હોસ્પિટલે ખસેડાયા હતાં. બનાવને લઈ ઈચ્છાપોર પોલીસે પીઆઈ એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી આરોપી જતીન ઉર્ફે જતીનસિંગ અંતરસિંગ ચૌધરીને હિમાચલ પ્રદેશના મનાલીથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.
