સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ
મુસ્લિમ યુવકની હત્યાનો મામલો સામે આવ્યો
ભરીમાતા રોડ નહેરૂનગર ઝુપડપટ્ટીમાં યુવાનની સસરાએ હત્યા કરી
સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભરીમાતા રોડ નહેરૂનગર ઝુપડપટ્ટીમાં યુવાનની તેના જ સસરાએ હત્યા કરી નાંખી હોવાના આક્ષેપ કરાયા છે. હાલ તો બનાવને લઈ પોલીસને જાણ થતા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી છે.
સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરી માતા રોડ નહેરુનગર ઝુપડપટ્ટી મા રહેતા મુસ્લિમ યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. મુળ ઉત્તર પ્રદેશનો રહેવાસી સલમાનની હત્યા તેના સગા સસરા નજીમ ઉલ્લા કરી ચપ્પુના ઘા મારી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. હાલ તો યુવાનની હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને લાશનો કબ્જો લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
