સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ
પત્નિ અને ભાઈઓએ મળી પતિ અને તેના મિત્ર પર હુમલો
પતિના મિત્રનું સ્થળે મોત નિપજ્યું

સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાંદેરમાં પત્નિ અને બાળકોથી અલગ રહેતો યુવાન મિત્ર સાથે પત્નિ અને બાળકોને મળવા આવતા થયેલા ઝઘડામાં પત્નિ અને તેના ભાઈ સહિતનાઓએ બન્ને પર હુમલો કરતા પતિના મિત્રનું સ્થળે મોત નિપજ્યું હતું.

સુરતના રાંદેર વિસ્તારમાં દેવીપૂજક યુવકની હત્યા કરાઈ હતી. વાત એમ છે કે સુરતના રાંદેર શારદા નગરમાં પતિના મિત્રની હત્યા કરવામાં આવી હતી. પત્નિ અને બાળકોથી અલગ રહેતો પરિવારને મળવા મિત્ર સાથે આવ્યો હતો ત્યારે પત્નિ અને તેના ભાઈઓએ મળી પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. ઘરેલુ કંકાસમાં ઝઘડો થયા બાદ બન્ને પર હુમલો કરાયો હતો જેમાં પતિના મિત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે પતિને ઈજાઓ પહોંચી હતી. આ મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારી પત્નિ સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *