પોલીસ દમનના આક્ષેપ સાથે આપની પોલીસ કમિશનરને રજુઆત
પોલીસ પર હેરાનગતિના આક્ષેપ
આપ આગેવાનો કમિશનર કચેરીએ પહોંચ્યા
ભાજપના ઈશારે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો પર દમન થઈ રહ્યુ હોય જેના વિરોધમાં સુરત આપ દ્વારા પોલીસ કમિશનરને રજુઆત કરાઈ હતી.
સુરત આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેશ ભંડેરી, લોકસભા ઈન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને પુર્વ વિપક્ષી નેતા પાયલ સાકરિયા સહિતનાઓએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આમ આદમી પાર્ટીના કાર્યકરોને ભાજપના ઈશારે પોલીસ દ્વારા ખોટી રીતે દમન કરી હેરાનગતિ કરાઈ રહી હોય જે ન કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજુઆત કરાઈ હતી. જે અંગે આપ પ્રમુખ ધર્મેશ ભંડેરી એ મીડિયાને માહિતી આપી હતી.
