સુરતમાં ચાલતા દેહવેપાર પર વારંવાર પોલીસના દરોડા
વરાછા પોલીસે ફરી ઘનશ્યામનગરના દેહવેપારમાં દરોડા પાડ્યા
સંચાલિકા સહિત ગ્રાહકોની ધરપકડ કરી
સુરતમાં ચાલતા દેહવેપાર પર વારંવાર પોલીસ દરોડા પાડે છે ત્યારે વરાછા પોલીસે ફરી ઘનશ્યામનગરમાં ચાલતા દેહવેપારને ઝડપી પાડી સંચાલિકા સહિત ગ્રાહકોની ધરપકડ કરી હતી.
સુરતમાં ગેરકાયદે દેહવેપાર પર અનેકવાર પોલીસ દરોડા પાડતી હોય છે ત્યારે સુરતની વરાછા પોલીસ દ્વારા ફરી ઘનશ્યામ નગરમાં દરોડા પડાયા હતાં. ઘનશ્યામ નગરમાં ચાલતા દેહવેપાર પર પોલીસે દરોડા પાડી સંચાલિકા લતાબેન મિતેશભાઈ તથા ગ્રાહકો આનંદ શાહુ, ભરત રાજપુત, મુનિસ રાજપુત, દુર્ગેશ રાજપુતને ઝડપી પાડ્યા હતાં. તો સ્થળ પરથી પોલીસે ત્રણ લલનાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
