બરડોલીમાં ત્રણ મુખ્ય માર્ગોના નવીનીકરણ કામ પૂર્ણ

Featured Video Play Icon
Spread the love

બરડોલીમાં ત્રણ મુખ્ય માર્ગોના નવીનીકરણ કામ પૂર્ણ
બારડોલી તાલુકાના ગ્રામ્ય માર્ગોના ડામરીકરણને નવી ગતિ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા બારડોલીમાં વિકાસ કાર્યો તેજ

બારડોલી ચોમાસાની ઋતુ પૂર્ણ થતાંની સાથે જ માર્ગ અને મકાન વિભાગ પંચાયત, સુરત દ્વારા જિલ્લામાં વિકાસના કાર્યોને નવી ગતિ આપીને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે, જેના પ્રથમ તબક્કામાં બારડોલી તાલુકાના ત્રણ મહત્ત્વના માર્ગો પર ડામર સપાટીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે,

વીઓ :- બારડોલી તાલુકાના ત્રણ મહત્ત્વના માર્ગો પર ડામર સપાટીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા (૧) ૬૬ કે.વી ફળોદથી રૂવા ગામને જોડતો ૩૫૦ મીટર લાંબો રસ્તો, (૨) ભરમપોર ગામે દીપકભાઈ ગીરધરભાઈના ઘરથી હળપતિ વાસ ગભાણ ફળિયાને જોડતા ૧ કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ, અને (૩) ભામૈયાથી વાઘેચાને જોડતા ૧ કિલોમીટર લંબાઈના માર્ગ પર ડામર સપાટીનું કાર્ય સામેલ છે. સદર રસ્તાઓના નવીનીકરણનું કાર્ય પૂર્ણ થતાં ગ્રામલોકોને વાહન વ્યવહારમાં સુગમતા મળશે, શાળાએ જતાં વિદ્યાર્થીઓ માટે સલામત માર્ગો ઉપલબ્ધ થશે તેમજ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકો અને દેશના અન્નદાતા સમાન ખેડૂતોને ખેત પેદાશો લાવવા-લઈ જવામાં સરળતા રહેશે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ, સુરત આગામી દિવસોમાં બાકી રહેલ તમામ રસ્તાઓની કામગીરી ઉચ્ચ ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા તેમજ દેશના વિકાસ માટે અવિરત અને પ્રતિબદ્ધતા સાથે કામ કરવા માટે સર્વદા કટિબદ્ધ છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *