સુરત જિલ્લાના માંડવી વકીલ મંડળના પ્રમુખની વરણી
પ્રમુખ પદે પ્રતાપ શર્મા સતત ચોથીવાર બિનહરીફ
ઉપપ્રમુખ પદે સંજયસિંહ એ.ડુમસીયાની વરણી
સુરત જિલ્લાના માંડવી વકીલ મંડળના પ્રમુખ પદે પ્રતાપ શર્મા સતત ચોથીવાર બિનહરીફ ઉપપ્રમુખ પદે સંજયસિંહ એ.ડુમસીયાની વરણી
માંડવી તાલુકા વકીલ મંડળની વાર્ષિક સાધારણ સભામાં વકીલ મંડળના હોલ ખાતે મળી હતી, જેમાં ગત વર્ષનો હિસાબો વકીલ મંડળના તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા. ત્યારબાદ માંડવી વકીલ મંડળના નવા હોદેદારો અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારે ચૂંટણી અધિકારી અને વકીલ દિગ્વિજયસિંહ સાંગદોઠની અધ્યક્ષતામાં ગત વર્ષના હોદ્દેદારોને ફરી ચાલુ રાખવા સૌ વકીલમંડળના તમામ સભ્યોએ સર્વાનુમતે નક્કી કરી સન 2025-26નો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ પદે પ્રતાપભાઈ એસ. શર્મા, ઉપપ્રમુખ પદે સંજયસિંહ એ.ડુમસીયા, મંત્રી મનીષભાઈ બી. ટેલર, સહમંત્રી રાજેશભાઈ સી.ચૌધરી, કોષાધ્યક્ષ ધર્મેશભાઈ કે. ઉપાધ્યાય અને લાઇબ્રેરિયન વર્ષાબેન એ.પટેલ વગેરે હોદ્દેદારો બિનહરીફ વરાયા હતા. નવનિયુક્ત બિનહરીફ વકીલમંડળના પ્રમુખ પ્રતાપભાઈ શર્માએ સૌ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરી નવાં કામો કરવાની ખાતરી આપી હતી. વકીલ મંડળના પ્રમુખ પદે પ્રતાપભાઈ શર્માની ચોથી વખત વરણી થતા વકીલ મંડળોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા….
