કોડીનારના ઘાટવડમાં જમજીર ધોધ નજીક રિલ્સ બનાવી
પૂજા પ્રજાપતિ ઈન્સ્ટાગ્રામ પર 9 લાખ કરતા વધુ ફોલોઅર્સ
રિલ્સ બનાવનાર પૂજા પ્રજાપતિ આખરે કોડીનાર પોલીસ સમક્ષ થઈ હાજર
સોશિયલ મીડિયામાં લાખો ફોલોઅર્સ ધરાવતા ઈન્ફ્લુઅન્સર પણ કાયદાનું પાલન કરવાનું ભૂલી જતા હોય છે. આવો જ એક વીડિયો પૂજા પ્રજાપતિ નામની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનો વાઈરલ થયો હતો જે બાદ કોડીનારના ઘાટવડમાં જમજીર ધોધ નજીક જઈ રિલ્સ બનાવનાર પૂજા પ્રજાપતિ આખરે કોડીનાર પોલીસ સમક્ષ હાજર અને માફી માંગી છે.
ગીર સોમનાથના જમજીર ધોધ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં પૂજા પ્રજાપતિએ તેની મિત્રો સાથે રિલ્સ બનાવતા તંત્રએ તપાસનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, પૂજા પ્રજાપતિ ઈન્સ્ટાગ્રામ પર 9 લાખ કરતા વધુ ફોલોઅર્સ ધરાવે છે. આ મામલે હવે કોડીનાર પોલીસે પૂજા પ્રજાપતિ અને અન્ય બે યુવતી એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. પૂજા પ્રજાપતિ નામની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનો વિડીયો વાઈરલ થયો હતો જે બાદ કોડીનારના ઘાટવડમાં જમજીર ધોધ નજીક જઈ રિલ્સ બનાવનાર પૂજા પ્રજાપતિ આખરે કોડીનાર પોલીસ સમક્ષ હાજર અને માફી માંગી છે. જમજીર ધોધ પર ભૂતકાળમાં અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોય તંત્ર દ્વારા ધોધ નજીક લોકોની અવરજવર પર પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં પૂજા પ્રજાપતિ સહિત ત્રણેય યુવતીઓએ ધોધ નજીક પહોંચી રિલ્સ બનાવી હતી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. જે તંત્રના ધ્યાનમાં આવાત ગીર સોમનાથના નિવાસી અધિક કલેકટર રાજેશ આલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે અગાઉ ઉના ડિવિઝનના DYSP મહાદેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મામલે કોડીનાર પી.આઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે પ્રોફાઈલ પર વીડિયો અપલોડ થયો છે તેનું વેરિફિકેશન કરી તેનો સંપર્ક કરી
વીડિયો બનાવી વાયરલ કરવા બદલ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તમામ કાર્યવાહી કર્યા બાદ કોડીનાર પોલીસે ગાંધીનગરના કલોલમાં રહેતી પૂજા કાંતિભાઈ પ્રજાપતિ અને અન્ય બે અજાણી યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધી છે. 11 મહિના પહેલા અહીં એક્ટ્રેસ ઝીલ જોશીએ જોખમી રીતે વીડિયો શુટ કરતા જે તે સમયે તેની સામે પણ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
