સુરતમાં રાજસ્થાનના ધારાસભ્ય દિવ્યા મદેરણા
પત્રકાર પરિષધને સંબોધી કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા
મનરેગાનું નામ બદલી વીબી જી રામ જી કરી
સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને રાજસ્થાનના ધારાસભ્ય દિવ્યા મદેરણાએ પત્રકાર પરિષધને સંબોધી કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતાં.
સુરતના અઠવાલાઈન્સસ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા રાજસ્થાનના ધારાસભ્ય અને કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ દિવ્યા મદેરણાએ જણાવ્યું હતું કે, ગ્રામીણ અને છેવાડાના માનવીને રોજગારની ગેરંટી આપતી મનરેગા સ્કીમે અનેકના જીવનમાં આમૂલ પરિવર્તન અને ખુશહાલીના દ્વાર ઉઘાડ્યા હતા. સરકાર તરફથી કરોડો લોકોને રોજગારી પૂરી પાડવામાં આવતી હતી. વર્ષ 2004 માં સત્તાના સૂત્રો સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના નામ અને મુલ્યોથી ચાલતી યોજનાને ખાડો ખોદવાની યોજના ગણાવીને રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું હતું. તેમ છતાંયે યોજનાને ધીમીગતિએ ચાલુ રાખી હતી. જોકે, તાજેતરના શિયાળુ સત્રમાં આ યોજનાનું નામ બદલીને વીબી જી રામ જી કરવા સાથે ગ્રામિણોના ખિસ્સા પર તરાપ મારતા મોદી-એનડીએ સરકારે તેના બજેટ પર એક લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે. જેને પગલે ગ્રામિણોની રોજગારીની તકો ઘટશે. તો સાથે નેશનલ હેરાલ્ડ મુદ્દે પર પ્રહાર કર્યા હતાં. ખોટા કેસો કર્યા હોવાના આક્ષેપો કર્યા હતાં.
