સુરતમાં પર્યુષણ મહાપર્વની ઉજવણી કરાઈ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બંદીવાનોને લડ્ડુ વિતરણ કર્યા
હર્ષ સંઘવીએ લાજપોર જેલમાં કેદ બંદીવાનોને લડ્ડુ વિતરણ કર્યા
હાલ ચાલી રહેલ પર્યુષણ મહા પર્વની ઉજવણીને લઈ લાજપોર જેલ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બંદીવાનોને લડ્ડુ વિતરણ કર્યા હતાં.
જૈન ધર્મનો એક સપ્તાહ માટે યોજાતા પર્યુષણ મહાપર્વની સુરતમાં ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતની લાજપોર જેલમાં પર્યુષણ મહાપર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લાજપોર જેલમાં કેદ બંદીવાનોને લડ્ડુ વિતરણ કર્યા હતાં. હર્ષ સંઘવીએ બંદીવાનોને ગુનાખોરીથી દૂર રહેવા સૂચન કર્યું હતું. તો લાજપોર જેલમાં આયોજિત કાર્યક્રમમાં હર્ષ સંઘવીની હાજરીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન નિમિત્તે પારણું ઝૂલાવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હર્ષ સંઘવીએ પારણુ જુલાવ્યુ હતું..
