પુણા પોલીસે અફીણ અને પોષડોડાના પાવડર સાથે 2 ને ઝડપ્યા
બુધારામ ઉર્ફે ઘમંડરામ બીશઅનોઈ અને દિનેશ નંદલાલ મુંદ્રા ઝડપાયા
રોકડ સહિત 2 લાખ 57 હજારથી વધુની મત્તા કબ્જે કરી
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત પુણા પોલીસે અફીણ અને પોષડોડાના પાવડર સાથે બે ને ઝડપી પાડ્યા હતાં અને રોકડ સહિત 2 લાખ 57 હજારથી વધુની મત્તા કબ્જે કરી
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ આરએચ મોરી તથા જેજે હળવદીયાની ટીમ પીએસઆઈ ડીકે બોરાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પર્વત પાટીયા પાસે આવેલ જલારામ સોસાયટીમાં આવેલ લક્કી મોટર ડ્રાઈવીંગ સ્કુલના ત્રીજા માળેથી બુધારામ ઉર્ફે ઘમંડરામ બીશઅનોઈ અને દિનેશ નંદલાલ મુંદ્રાને ઝડપી પાડી તેઓપાસેથી અફીણ તથા પોષ ડોડાનો પાઉડર કબ્જે કરી પોલીસે અફીણ, પોસ ડોડાનો પાઉડર, મોબાઈલ અને રોકડ સહિત 2 લાખ 57 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
