સુરતના વરાછાની કોટેજ ઈન્ડસ્ટ્રીનો વિરોધ
એન્થમ પ્રોજેક્ટના ભાગીદારે મીડીયા સામે નિવેદન આપ્યું
પહેલા ટેક્સટાઇલ મિલ હતી જે ઇન્ડસ્ટ્રી હતી
સુરતના વરાછાની કોટેજ ઈન્ડસ્ટ્રીનો સ્થાનિકો દ્વારા વિરોધ કરાતા એન્થમ પ્રોજેક્ટના ભાગીદારે મીડીયા સામે નિવેદન આપી કહ્યુ હતુ કે લોકોને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે.
સુરતના વરાછા કોટેજ ઈન્ડસ્ટ્રીનો સ્થાનિકો દ્વારા વિરોધ મામલે એન્થમ પ્રોજેક્ટના પાર્ટનર ચિરાગ ગજેરાએ નિવેદન આપ્યુ હતું. અને કહ્યુ હતુ કે આજે વરાછા વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા રેલી કઢાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જ્યાં કોટેજ ઇન્ડસ્ટ્રી બની રહી છે એ ઇન્ડસ્ટ્રી વિસ્તાર જ છે. કેટલાક મળતિયાઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે જગ્યાએ એન્થમ પ્રોજેક્ટ બને છે ત્યાં પહેલા ટેક્સટાઇલ મિલ હતી જે ઇન્ડસ્ટ્રી હતી. મિલ બંધ થતા હવે કોટેજ ઈન્ડસ્ટ્રી બનાવાઈ રહી છે. જેથી કેટલાક લોકો પોતાનો સ્વાર્થ સાધવા આવું કરાવી રહ્યા છે.
