ભાવનગરમાં નવાપરા કબ્રસ્તાનમાં દબાણો દૂર કરાયા
કબ્રસ્તાનની 3500 ચોરસ મીટર જગ્યા ખુલી કરવામાં આવી
30 જેટલા દબાણો અને બે ધાર્મિક સ્થળો પર ફર્યું બુલડોઝર
ભાવનગરના જુના નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યામાં થયેલા દબાણો ઉપર સીટી સર્વે કચેરીની ટીમ વહેલી સવારે પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા પહોંચી હતી.
જિલ્લાના જુના નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યામાં થયેલા દબાણો ઉપર સીટી સર્વે કચેરી વહેલી સવારે પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા પહોંચી હતી. અગાઉ નોટીસો આપ્યા બાદ અંતિમ નોટીસ પછી બુલડોઝર દબાણ હટાવાયું હતું. ભાવનગર નવાપરા વિસ્તારમાં કબ્રસ્તાન નામે ઓળખાતી જમીન ઉપર થયેલા દબાણો ઉપર તંત્ર દ્વારા વહેલી સવારથી દબાણ હટાવ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ કાફલા સાથે દબાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉ નોટીસો આપ્યા બાદ જમીન ખુલ્લી નહિ થતા વહેલી સવારે પોલીસ સાથે રાખીને રસ્તાઓ બંધ કરીને દબાણ હટાવવામાં આવ્યા હતા. ભાવનગર સીટી સર્વે કચેરીના સુપ્રીટેન્ડન્ટ શિવાંગી સરાડીએ જણાવ્યું હતું કે, “આ 76/19 પૈકીની સરકાર હસ્તકની જમીન છે, તેમાં અંદાજે 30 જેટલા દબાણો હતા. જેમાં મોટાભાગે કાચા દબાણનો હતાં, એક બે પાકા કન્સ્ટ્રક્શન હતા. દબાણમાં દુકાનોમાં ગેરેજને એ બધું હતું, જેનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો. સરકારની 3000 ચોરસ મીટર જેટલી જગ્યા હતી. તેમાં આપણે કલમ 61 હેઠળ નોટિસ આપી હતી અને હુકમ પણ કર્યો અને 202ની નોટિસ નીચે આજે ખાલી કરાવ્યું હતું. કબ્રસ્તાન પહેલા હતું પણ જે તે સમયે શરતભંગ બદલ સરકાર દાખલ થઈ છે, જમીનની કિંમત અંદાજે 60 કરોડ આસપાસ છે.નવાપરાના કબ્રસ્તાન વાળી જગ્યામાં સીટી સર્વે કચેરીએ કામગીરી કરવાની સાથે જ પોલીસ કાફલાને સાથે રાખ્યો હતો, ત્યારે ભાવનગરના ડીવાયએસપી આર.આર સિંઘાલે જણાવ્યું હતું કે, ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો જે આ વિસ્તાર છે, ત્યાં આશરે 25 થી 30 દુકાનો ઓફિસ તેમજ ધાર્મિક દબાણ હોય ત્યારે સીટી સર્વે અધિકારીને સાથે રાખી 100 જેટલી પોલીસ અને 15 અધિકારીઓને લઈ ડીમોલિશન ચાલુ કરાયું છે. આ ડીમોલેશનમાં 3000 ચોરસ મીટર જમીન ઉપર થયેલા દબાણને પગલે ડિમોલેશન ચાલુ છે
ભાવનગર શહેરના નવાપરામાં ભૂતકાળમાં મહાનગરપાલિકાએ રસ્તો બનાવવા માટે વહેલી સવારમાં જ પોલીસ કાફલો ખડકીને કબ્રસ્તાનમાંથી રસ્તો કાઢ્યો હતો, ત્યારે ફરી વખત એ જ કબ્રસ્તાનવાળી જગ્યા ઉપર સરકારની આવેલી જમીનના પગલે સવારથી તંત્ર દ્વારા પોલીસ સાથે દબાણ હટાવ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને બાજુ તરફથી રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો. બુલડોઝર ટ્રક અને પોલીસ કાફલા સાથે કાચા પાકા દબાણોને દૂર કરાયા હતા. ભાવનગર સીટી સર્વે કચેરીના સુપ્રીટેન્ડન્ટ શિવાંગી સરાડીએ જણાવ્યું હતું કે, “આ 76/19 પૈકીની સરકાર હસ્તકની જમીન છે, તેમાં અંદાજે 30 જેટલા દબાણો હતા. જેમાં મોટાભાગે કાચા દબાણનો હતાં, એક બે પાકા કન્સ્ટ્રક્શન હતા. દબાણમાં દુકાનોમાં ગેરેજને એ બધું હતું, જેનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો. સરકારની 3000 ચોરસ મીટર જેટલી જગ્યા હતી. તેમાં આપણે કલમ 61 હેઠળ નોટિસ આપી હતી અને હુકમ પણ કર્યો અને 202ની નોટિસ નીચે આજે ખાલી કરાવ્યું હતું. કબ્રસ્તાન પહેલા હતું પણ જે તે સમયે શરતભંગ બદલ સરકાર દાખલ થઈ છે, જમીનની કિંમત અંદાજે 60 કરોડ આસપાસ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
