સુરતમાં જાહેર રસ્તા પર થતા દબાણો દૂર કરાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં જાહેર રસ્તા પર થતા દબાણો દૂર કરાયા
ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય ટ્રાફિક પોલીસ એક્શન
ટ્રાફિક પોલીસ અને મનપાના અધિકારીઓએ સાથે મળી કરી કાર્યવાહી

સુરતમાં જાહેર રસ્તા પર થતા દબાણોથી ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય જેને લઈ સુરત ટ્રાફિક પોલીસ અને મનપાના અધિકારીઓએ સાથે મળી દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધીના દબાણો દુર કર્યા હતાં.

સુરતના દક્ષેશ્વર નગરથી લઈને અલથાણ ખાડી સુધી ગેરકાયદેસરની દબાણ કરવામાં આવતા અને ટુ-વ્હીલર તથા ફોર લવ્હીલર રોડ પર પાક કરી દેતા ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તેને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસીના અધિકારીઓ સાથે રાખી ગેરકાયદેસરની દબાણ કરનારાઓ સામે લાલ આંખ કરાઈ હતી જેમાં એસએમસી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું અને ગેરકાયદેસર વાહનો રોડ પર પાર્ક કરી દેતા પોલીસ દ્વારા વાહન માલિકો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *