સુરતના ઐતિહાસિક ચૌટા બજારમાં દબાણ
મેયર અને પોલીસ કમિશનરે સ્થળ મુલાકાત લીધી
દબાણ કર્તાઓને ચિમકી પણ આપી
સુરતના ઐતિહાસિક ચૌટા બજારમાં દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. મેયર અને પોલીસ કમિશનરે સ્થળ મુલાકાત લઈ દબાણ કર્તાઓને ચિમકી પણ આપી હતી.
સુરતમાં વરાછાથી શરૂ થયેલી દબાણ હટાવો ઝુંબેશ હવે શહેરના કોટ વિસ્તારમાં પણ આવી ગઈ છે. ત્યારે વરાછામાં દબાણો દુર કર્યા બાદ ચૌટા બજારમાં પોલીસ અને પાલિકાએ દબાણો દુર કર્યા હતાં. સુરત મેયર અને પોલીસ કમિશનરે ચૌટા બજારમાં વીઝીટ કરી હતી. અને દબાણ કરનારાઓને ચિમકી આપી જણાવ્યુ હતું કે 10 દિવસમાં દબાણ કરનાર સુધરી જાય નહી તો હવે દુકાનો સીલ થશે. અને હવે સીસીટીવીથી દબાણો પર વોચ રાખવામાં આવશે તેમ કહ્યુ હતું.
