રાજકોટમાં અશાંતધારાની સમય મર્યાદા વધારવા માટે રજૂઆત કરી
અલગ અલગ 25થી વધુ સોસાયટીના લોકોની કલેકટરને રજૂઆત
સોસાયટીમાં ધાર્મિક માહોલ બગડે તેવો સ્થાનિકોનો આક્ષેપ
રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 25થી વધુ સોસાયટીના રહેવાસીઓ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે
રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 25થી વધુ સોસાયટીના રહેવાસીઓ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં શહેરના વિવિધ વિસ્તારમાં અમલમાં રહેલી અશાંતધારાની સમયમર્યાદામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે કેટલીક સોસાયટીમાં ધાર્મિક માહોલ બગડવાની શક્યતા ઊભી થઈ રહી છે. ઘણા રહેવાસીઓ છેલ્લા 25 વર્ષથી સોસાયટીમાં વસવાટ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.
રહેવાસીઓએ કલેક્ટરને વિનંતી કરી છે કે શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે હેતુસર અશાંતધારાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે. તેમનો આક્ષેપ છે કે તાજેતરમાં વિવિધ સોસાયટીમાં વિધર્મીઓ દ્વારા પ્રોપર્ટી ખરીદવામાં આવી રહી છે, જેના કારણે ધાર્મિક રીતરિવાજો અને ખાણીપીણીની ભિન્નતાને લઈ ઘર્ષણ થવાનો ભય સતાવી રહ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
