રાજકોટ જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી.
નોટિસ બાદ તંત્ર એક્શન મોડમાં.
મનપાના ટીમોએ ઘરે ઘરે જઈને રહેવાસીઓ સાથે મુલાકાત કરી
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે ડિમોલિશન કાર્ય શરૂ કરવામાં આવશે. મેગા ડિમોલીશન માટે મહાનગરપાલિકાએ તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે ત્યારે સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
આજે મનપાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોને કાર્યવાહી અંગે સમજાવી રહ્યા હતા અને લોકોને કિંમતી સામાન સુરક્ષિત રીતે ખસેડવા તાકીદ કરી છે, મનપાના ટીમોએ ઘરે ઘરે જઈને રહેવાસીઓ સાથે મુલાકાત કરી અને ડિમોલિશન પ્રક્રિયા સમજાવી હતી. ગાર્ડન સ્મશાનથી ચિસ્તીયા ચોક સુધી ટીમો ઉતારીને કામગીરી હાથ ધરાઈ. લોકોએ પોતાના કિંમતી સામાનને સુરક્ષિત રાખવા અને ખસેડી લેવા અપીલ કરાઇ હતી
ઉલ્લેખનીય છે કે સરકારી જમીન પર થયેલા કેટલાક ગેરકાયદેસર બાંધકામો મામલે હાલ કોર્ટનો સ્ટે લાગુ છે, જેના કારણે તે સ્થળોએ તાત્કાલિક કાર્યવાહી શક્ય નથી. જોકે, કોર્પોરેશનની જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામો સામે કડક વલણ અપનાવી કાર્યવાહી હાથ ધરાશે. નગરજનોમાં આ કાર્યવાહી અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ નદીકાંઠા અને જાહેર જમીનને દબાણમુક્ત કરવાની માંગ ઉઠી રહી છે, તો બીજી તરફ વર્ષોથી વસવાટ કરતા લોકોને સ્થળાંતર અંગે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. હવે સોમવારે યોજાનારી મેગા ડિમોલેશન ડ્રાઈવ પર શહેરની નજર રહેશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
