દરિયા કિનારે સુરક્ષાને લઈ સુવાલી બીચ પર પોલીસ ચોકી
પોલીસ ચોકી અને વોચ ટાવરનુ લોાકર્પણ કરાયુ
સુરતના દરિયા કિનારે સુરક્ષાને લઈ સુવાલી બીચ પર પોલીસ ચોકી અને વોચ ટાવરનુ લોાકર્પણ કરાયુ હતું.
સુરતમાં દરિયાઈ પટ્ટીની સુરક્ષાને લઈ પોલીસ સજાગ છે. ત્યારે સુરત પોલીસ કમિશનરના હસ્તે સુરતના સુવાલી બીચ પોલીસ ચોકી અને સુવાલી બીચ પોલીસ વોચ ટાવરનું લોકાર્પણ કરાયું હતું. તો આ સમયે ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સુવાલી બીચ ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ચોકીનું નિર્માણ કરાયું છે. જેથી બીચ ઉપર આવતા પર્યટકોની સુરક્ષા વધુ સક્ષમ થઈ શકે.
