વેરાવળ દરિયામાં પોલીસનું ચેકિંગ અભિયાન

Featured Video Play Icon
Spread the love

વેરાવળ દરિયામાં પોલીસનું ચેકિંગ અભિયાન
એસઓજી, મરીન પોલીસ અને એલસીબીએ સંયુક્ત કોમ્બિંગ હાથ ધર્યું
લાઇટ ફિશીંગ સહિત ગેરકાનૂની ફિશીંગ સામે કડક કાર્યવાહી

સોમનાથ નજીક અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ સઘન તપાસ અભિયાન જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજીઅને મરીન પોલીસની સંયુક્ત ટીમો દ્વારા મધ દરિયામાં ચલાવવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ નજીક અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ અચાનક સરપ્રાઇઝ ચેકિંગની સઘન તપાસ અભિયાનમાં જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને મરીન પોલીસની સંયુક્ત ટીમો દ્વારા મધ દરિયામાં ચલાવવામાં આવ્યું, આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાનો હતો. ગીર સોમનાથ જિલ્લાના આશરે 112 કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે.ઓપરેશન દરમિયાન, ફિશિંગ બોટના ટંડેલ (કેપ્ટન) અને ખલાસીઓની વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી.

બોટમાં કોઈ ગેરકાયદે સાધન, સામગ્રી અથવા શંકાસ્પદ ગતિવિધિ છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે દરિયાઈ સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને ગેરકાયદે માછીમારી સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ સમગ્ર સુરક્ષા અભિયાનમાં દિવ્ય ભાસ્કરની ટીમ પણ સુરક્ષા એજન્સીઓ સાથે અરબી સમુદ્રમાં મધ દરિયે પહોંચી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *