સુરતમાં પાટીદાર દીકરી નેનુ આપઘાત કેસમાં આરોપીની ધરપકડ
એક યુવકના ત્રાસથી નેનુએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ
પોલીસે આ મામલે યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કર્યો
સિંગણપોર પોલીસે યુવકના પિતાની ધરપકડ કરવામાં આવી
સુરતના સિંગણપોર પોલીસ મથકની હદમાં રહેતી પાટીદાર સમાજની 19 વર્ષીય દિકરી નેનુના આપઘાત મામલે પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
યુવતિના પિતાની ફરિયાદને લઈ સિંગણપોર ડભોલી પોલીસે યુવાન અને પિતા સામે ગુનો નોંધ્યો હતો જેમાં હાલ પોલીસે યુવાનના પિતાની ધરકડ કરી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે છેલ્લા કેટલાક સમથી યુવાન યુવતિને કોલ પર હેરાન કરી 30 હજારની માંગણી કરતો હતો અને ટ્યુશને જાય ત્યારે પણ છડતી કરતો હતો તો આ અંગે યુવાનના પિતાને કહેતા તેણે પણ ધમકી આપી હતી. આખરે યુવતિએ આપઘાત કરી લીધો હતો. જેને લઈ પોલીસે યુવાનના પિતાની ધરપકડ કરી છે. તો સમાજના આગેવાનો દ્વારા એવી પણ રજુઆત કરાઈ હતી કે કાળા કાચ વાળી ગાડીમાં બેસી યુવતિઓની છેડતી કરાઈ છે તે અંગે ડીસીપીએ જણાવ્યુ હતું કે આ બાબતે પોલીસ એકશન લેશે અને સ્પેશિયલ ડ્રાઈ પણ કરશે.
