સુરતમાં પરસોતમ રૂપાલાએ પાટીદાર સમાજને કરેલી ટકોર
ભાગેડુ પ્રથાને લઈને પણ રૂપાલાએ આપ્યું નિવેદન
સુરતના કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજની યુવાનોને ટકોર કર્યા બાદ આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે, ત્યારે રૂપાલાએ છૂટાછેડા, દીકરીના પૈસાની લેતી-દેતી અને સમાજમાં સુધારા અંગે ફરી એકવાર મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે.
શહેરના એક કાર્યક્રમમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ગંભીર અને મનનીય વિચારો વ્યક્ત પાટીદાર સમાજને આકરી ટકોર કર્યા બાદ આ મુદ્દો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રૂપાલાએ પોતાના વક્તવ્યમાં સમાજમાં આવતાં પરિવર્તનો, કુરિવાજો અને આંતરિક અનુશાસન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે છૂટાછેડા પછી તેના બાપા પૈસા ગણવા બેસે છે એ સમાજ માટે શરમજનક છે. બહુ મોડું થઈ ગયું છે, આપણો સમાજ પાછળ રહી ગયો છે.
વધુમાં તેઓએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, ‘આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો હતો. આપણે પહેલાં ક્યાં હતા અને હાલ ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં કડવા પટેલ સમાજની અંદર દીકરીના પૈસાની લેતી-દેતીના વિષયો ન હાલે! ત્યારે ગઈકાલના સુરતના જાહેર કાર્યક્રમમાં મંચ પર પરષોતમ રૂપાલાએ આપેલા આ નિવેદન બાદ આ મામલે ચર્ચાએ જોર પકડ્યું છે. દરમિયાન તેઓ મીડિયા સમક્ષ વધુ નિદેવનો આપ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
