સીટેક્ષ સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો 2025નુ આયોજન
આગામી 22 થી 24 નવેમ્બર સુધી આ એક્ષ્પો યોજાશે.
સુરત સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સીટેક્ષ સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો 2025નુ આયોજન કરાયુ છે. આગામી 22 થી 24 નવેમ્બર સુધી આ એક્ષ્પો યોજાશે.
ધી રાજર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્ષ મેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી 22, 23 અને 24 નવેમ્બર 2025ના રોજ સવારે 10 થી સાંજે 7 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્ષ સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એપી-2025નું આયોજન કરાયું છે. જે અંગે ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ‘સીટેલ’ શ્રેણીનું આ 12મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંથી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભસુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને મળે છે. આ એક્ઝીબીશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિકસ માટે ગ્લાસ ફાયબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. આ મશીનરી ઇલેક્ટ્રીક સરકીટ, કાર, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે તેમજ રેલ્વે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવે છે.
ઇન્ડસ્ટ્રીમાં મલ્ટીપર્પઝ ઉપયોગમાં લેવાતું ફેબ્રિક આ મશીનરી બનાવે છે, જેનું ભારતમાં પ્રથમ વખત સીટેક્ષ એકઝીબીશનમાં લોન્ચીંગ કરવામાં આવશે. સુરત ટેક્ષમેક ફેડરેશનના જોઈન્ટ સેક્રેટરી ભાવેશ વઘાસિયા અને ટ્રેઝરર મહેન્દ્ર કુકડીયાએ સંયુક્તપણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમ વખત ચેમ્બરના સીટેક્ષ એક્ઝીબીશનમાં મોટરાઇઝ સાથેનું બાર ઓપરેટવાળું હાઈ સ્પીડ ક્રોકેટ નીટિંગ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રથમ વખત વેલ્વેટ સરક્યુલર, હાઇ સ્પીડ વેલ્વેટ એરજેટ, હાઈ સ્પીડ વોર્મિંગ મશીન, હાઈ સ્પીડ સરક્યુલર મશીન ચેમ્બરના એક્ઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવશે. ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં હાઇ સ્પીડ રેપિયર લુમ, હાઇ સ્પીડ એરજેટ લુમ, હાઈ સ્પીડ વોટર જેટ લુમનું પ્રદર્શન કરવામાં આવશે.
