રાજકોટમાં હું નથુરામ’ નાટકનો વિરોધ યથાવત.
એનએસયુઆઈ જામનગર અને અમદાવાદમાં કરશે વિરોધ
કોંગ્રેસના વિરોધ વચ્ચે પોલીસ પહોંચી અને કાર્યકરોની અટકાયત કરી
રાજકોટના હેમુ ગઢવી હોલમાં ભારે બબાલ થઈ છે. હું નાથુરામ ગોડસે નાટક શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સેટ પર તોડફોડ કરી છે. કાર્યકર્તાઓના વિરોધ વચ્ચે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.
રાજકોટ શહેરમાં આવેલા હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધમાલ મચાવવામાં આવી છે. હેમુ ગઢવી હોલમાં આજે હું નથુરામ નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નાટક શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરો પહોંચી ગયા હતા, અને સેટમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટના હેમુ ગઢવી હોલમાં હું નથુરામ ગોડસે નાટક શરૂ થાય તે પહેલા જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ હેમુ ગઢવી હોલમાં પહોંચી તોડફોડ કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું કે આ નાટક દ્વારા નથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયાસ કરી રહેવામાં આવી રહ્યો છે.
હું નથુરામ ગોડસે’ નાટકનો શો આજે રાજકોટના હેમુ ગઢવી હોલમાં આયોજીત હતો. જ્યારે આવતીકાલે તેનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું છે. જોકે રાજકોટ બાદ જામનગરમાં પણ આ નાટક દરમિયાન વિરોધ જોવા મળે તેવી સંભાવના છે. રાજકોટના હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે પોલીસ પહોંચી હતી અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે વાત કરતા નાટકના નિર્માતા સેજલ પેન્ટરે કહ્યુ કે, જે લોકો પોતાને ગાંધીવાદી ગણાવે છે તેઓ હિંસા પર કેમ ઉતરી આવ્યા છે. તેમણે કહ્યું કે નાટક જોયા વગર વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાયકના નિર્માતાએ કહ્યું કે, આ નાટકમાં કોઈને ઊંચા કે નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
