યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ
ગેસ એજન્સીઓ પર લાઈનો જોવા મળી
ગેસ બોટલ નહીં મળશે તેવી લોકોમાં ચિંતા
યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ કરી દેવાતા લોકોની ગેસ એજન્સીઓ પર લાઈનો જોવા મળી હતી. તો સાથે લોકોમાં ચિંતા પણ વધી ગઈ હતી.
ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરાયેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધની યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં અને તેમાં પણ સુરતમાં લોકોની ચિંતા વધી ગઈ છે. કારણ કે સુરતમાં ઓનલાઇન એલપીજી ગેસ બુકિંગ બંધ કરાયું છે. જેને લઈ લોકોની ગેસ એજન્સીઓ પર લાઈનો જોવા મળી રહી છે. ગેસ બોટલ નહીં મળશે તેવી લોકોમાં ચિંતા દેખાઈ રહી છે. લોકોએ કહ્યુ હતુ કે ગેસ બોટલ ઓનલાઈન બુક કરાવે છે તો થતા નથી. સરકારે તારીખમાં ફેરફાર કરતાં લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. લોકોએ સરકાર પાસે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા ચિંતા વ્યક્ત કરી હતી.
