વધુ એકવાર સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો
નાનપુરા બારાહજારી મહોલ્લામાં ભાઈ બહેન પર હુમલો
માથાભારે ઈસમ અને તેના પરિવાર દ્વારા જીવલેણ હુમલો કરાયો
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે નાનપુરા બારાહજારી મહોલ્લામાં ભાઈ બહેન પર માથાભારે ઈસમ અને તેના પરિવાર દ્વારા જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં ગુનેગારોનો આતંક વારંવાર સામે આવી રહ્યુ છે. ત્યારે નાનપુરા વિસ્તારમાં આવેલ બારા હજારી મહોલ્લામાં ભાઈ બહેન પર માથાભારે અને અસામાજિક તત્વએ પરિવાર સાથે મળી હુમલો કર્યો હતો. ભાઈ બહેન પર લાકડાના ફટકા, લોખંડની પાઈપ જેવા હથિયારો સાથે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો જેમાં યુવાનને માથામાં ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં માથાભારે મનવાવાલા પરિવાર દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
