સુરત નવી સિવિલમાં દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ
નારાયણ સાંઈને ચેકઅપ માટે લવાયો
જેલના કપડા પહેરાવવાને બદલે સાદા ડ્રેસમાં લવાયો
સુરત નવી સિવિલમાં દુષ્કર્મના આરોપી એવા નારાયણ સાંઈને ચેકઅપ માટે લવાયો હતો.
સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મના ગુનામાં બંધ નારાયણ સાંઈને રૂટીન ચેકઅપ માટે નવી સિવિલ લવાયો હતો. માથે મફલર બાંધી આવેલા દુષ્કર્મી નારાયણ સાંઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લવાયો હતો જો કે તેના હાથમાં હથકડી ન હતી. નારાયણ સાંઈ પહેલા જેવા રંગમાં દેખાયો હતો. નારાયણ સાંઈને જેલના કપડા પહેરાવવાને બદલે સાદા ડ્રેસમાં લવાયો હતો. તબીબોની એક ખાસ પેનલ દ્વારા નારાયણ સાંઈના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. તો તબીબોએ પ્રાથમિક તપાસ બાદ જરૂરી દવાઓ અને સૂચનો પણ આપ્યા હતાં.
