સુરતની ઉત્રાણ પોલીસે નરાધમ રત્નકલાકારને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે નરાધમ રત્નકલાકારને ઝડપ્યો
સગીરા પર લગ્નની લાલચે બળાત્કાર ગુજારનાર નરાધમ
પોલીસે નરાધમ કાર્તિક સભાડીયાની ધરપકડ કરી

સુરતની ઉત્રાણ પોલીસે સગીરા પર લગ્નની લાલચે બળાત્કાર ગુજારનાર નરાધમ રત્નકલાકારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરતની ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્રાણ વિસ્તારમાં રહેતી સગીરાને પોતાની માતાને મળવાના બહાને લઈ જઈ નરાધમ લસકાણા ખાતે રહેતા રત્નકલાકાર કાર્તિક સભાડીયાએ સગીરા પર લગ્નની લાલચે બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમ દ્વારા ગુજારાયેલા બળાત્કારથી સગીરાને ગર્ભ રહી જતા સગીરાના પરિવારે ઉત્રાણ પોલીસ મથકે જઈ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે નરાધમ કાર્તિક સભાડીયાની ધરપકડ કરી છે. તો હાલ સગીરાને ચાર માસનો ગર્ભ હોય પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *