સુરતમાં 19 થી વધુ ચેઈન સ્નેચીંગ સહિતના ગુના

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 19 થી વધુ ચેઈન સ્નેચીંગ સહિતના ગુના
રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
અમદાવાદના આઠ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા

સુરતમાં 19 થી વધુ ચેઈન સ્નેચીંગ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી સુરત અને અમદાવાદના આઠ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અપાયેલા આદેશને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ચેઈન સ્નેચીંગ સ્કોડની ટીમે બાતમીના આધારે 19 થી વધુ ચેઈન સ્નેચીંગ સહિતના ગુનાઓમાં સંડોવાયેલો અને સુરત તથા અમદાવાદમાં આઠ જેટલા ચેઈન સ્નેચીંગના ગુનામાં નાસતા ફરતા આણંદના મહિયારીના મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણને બાતમીના આધારે ઝડપી પાડી તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *