રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતા ઉતરતા મુસાફરોના મોબાઈલની ચોરી
ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરનાર ચોરો ઝડપાયા
ચોરાયેલ મોબાઈલ ખરીદનારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
રાત્રી દરમિયાન ઘરની બહાર ઉંઘતા લોકો અને રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતા ઉતરતા મુસાફરોની ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરનાર અને તેની પાસેથી ચોરાયેલ મોબાઈલ ખરીદનારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વધતી જતી મોબાઈલ ચોરીની ઘટનાઓને લઈ ચોરોને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એક્ષ્ટ્રોશન સ્કોડની ટીમે બાતમીના આધારે રાત્રી દરમિયાન ઘરની બહાર ઉંઘતા તેમજ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતા ઉતરતા મુસાફરોની ભીડનો લાભ લઈ તેઓની નજર ચુકવી મોબાઈલ ફોનની ચોરી કરતા રીઢા ચોર એવા તરૂણ ઉર્ફે હરીયાણા સુરેશ રંગા અને તેની પાસેથી ચોરાયેલ મોબાઈલ ખરીદનાર રમેશ હરીશ પુરોહિતને ઝડપી પાડ્યા હતાં અને તેઓ પાસેથી ચાર જેટલા ચોરીના મોબાઈલ કબ્જે કરી હાલ ચોક બજાર પોલીસ મથકના એક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
