ધારાસભ્ય કુંવરજી હળપતિના ઉઘરાણાના આક્ષેપનો સણસણતો જવાબ
જે મુકેશ અને મિતલ ગોટુ પર આક્ષેપ કર્યો હતો તેમણે જવાબ આપ્યો
ઉઘરાણાના આક્ષેપને લઈને મિતલ ચૌધરીએ કુંવરજી હળપતિને ફેંક્યો પડકાર
હવે કુંવરજી હળપતિ સામે આંગળીઓ ઉઠી
દિવાળી પર્વ દરમિયાન બે શખ્સો માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કુંવરજી હળપતિ નામે ઉઘરાણું કરી ગયા. અરેઠ તાલુકાના કરંજ ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સ્નેહ મિલન સમારોહમાં કુંવરજી હળપતિએ ખુલાસો કરતા કહ્યું હતું કે મેં ક્યારેય કાઈ માંગ્યું નથી, મારા નામે ઉધારણું થયું છે. ત્યારે આજે મુકેશ અને મિતલ ગોટુ પર આક્ષેપ કરતા તેમણે સણસણતો જવાબ આપ્યો છે
માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામે દિવાળીના પાવન પર્વ દરમિયાન બે અજાણ્યા શખ્સો ઉઘરાણું કરી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ધારાસભ્ય હળપતિએ પોતે એક જાહેરસભામાં આ અંગે ખુલાસો કર્યો છે અને જે મુકેશ અને મિતલ ગોટુ પર આક્ષેપ કર્યા હતા તેમણે આજે ધારાસભ્ય કુંવરજી હળપતિના આક્ષેપનો સણસણતો જવાબ આપ્યો છે અને ઉઘરાણાના આક્ષેપને લઈને મિતલ ચૌધરીએ કુંવરજી હળપતિને પડકાર ફેંક્યો છે ત્યારે હવે કુંવરજી હળપતિ સામે આંગળીઓ ઉઠી રહી છે
તાજેતરમાં જ અરેઠ તાલુકાના કરંજ ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સ્નેહ મિલન સમારોહમાં કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે પોતાની વાત રજૂ કરતાં સ્પષ્ટતા કરી કે, “મેં ક્યારેય કાઈ માંગ્યું નથી, મારા નામે ઉધારણું થયું છે.” ધારાસભ્યએ આ દરમિયાન લોકોને ચેતવ્યા પણ હતા. આ ખુલાસા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે દિવાળીના પર્વ પર ધારાસભ્ય કુંવરજી હળપતિના નામે કોણ આ પ્રકારની ‘કળા’ કરી ગયું છે. પરંતુ આજે જેમના ઉપર આક્ષેપ થાય છે તે મુકેશ અને મિતલ ચૌધરીએ કુંવારજીના હળપતિના આક્ષેપોને પડકાર ફેક્તા રાજકીય મામલો ફરી ગરમાયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
