સુરત પોલીસ કમિશનરની પાંડેસરા ઉદ્યોગકારો સાથે બેઠક
આરટીઆઈ અને ખંડણી મામલે ફરિયાદ કરવા આહવાન
સુરતના પાંડેસરા ખાતે ઈન્ડસ્ટ્રીઝ ના માલિકો સાથે સુરત પોલીસ કમિશનરે બેઠક કરી હતી. અને ત્યાં પહેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને એવોર્ડ મળતા સુરતીઓને અભિનંદન આપ્યા હતાં. સાથે ઈન્ડસ્ટ્રીઝના માલિકોને આરટીઆઈ અને ખંડણી માંગનારાઓથી ડરવુ નહી અને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યુ હતું.
સુરતના પાંડેસરા ખાતે ઈન્ડસ્ટ્રીઝના માલિકો સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતએ બેઠક કરી હતી. જેમાં સૌ પ્રથમ સુરત પોલીસ કમિશનરે વર્ષ 2024 ના સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં સૌથી અગ્રેસર રહી સુરતે ઈતિહાસ રચ્યો હોય જેને લઈ સુરતીવાસીને અભિનંદ આપ્યા હતા. અને સુરતને સ્વછ બનાવા સુરતીઓની મેહનત છે. સાથે સુરત મનપા કમિશનર અને સફાઈ કર્મી અને મેયરને પણ અભિનંદ આપ્યા હતાં. તો આ બેઠક અંગે જણાવાયુ હતું કે ખાસ સુરતમાં ઈન્ડ્રસ્ટ્રીઓ દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પલટન્ટમાં ગંદા પાણીને ટ્રીટ કરી ફરી ઉપયોગ કરવામાં આવે છે તે પણ મહત્વની બાબત છે. સુપર સ્વચ્છ લીગમાં સુરતનું ઓલરાઉન્ડર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ સિદ્ધિ માટે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સુરતને એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઉદ્યોગપતિ અને પોલીસની બેઠક યોજાઈ હતી. પાંડેસરામાં 600 થી વધુ ઈન્ડ્રસ્ટીઓ છે તે તમામ લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી. પોલીસ અને ઈન્ડ્રસ્ટ્રીયલ વચ્ચે સારું સંકલન બની રહે તે હેતુ થી બેઠક કરવામાં આવી હતી. તો ખાસ કીરને નાના વર્કસ વ્યાજના ચક્કરમાં અને ડ્રગ્સમાં નહી ફસાઈ તેની તકેદારી રાખવી અને કેવી રીતે બચાવી શકાય તે વિષે ચર્ચા કરવામાં આવી હતી. સાથે આરટીઆઈ કરી તેનો દૂર ઉપીયોગ કરી ઈન્ડ્રસ્ટ્રીઝના લોકોને હેરાન પરેશાન કરતા લોકો પર કડક કાર્યવાહીની માંગ ઈન્ડ્રસ્ટ્રીના લોકો દ્વારા કરવામાં આવી હતી જેને લઈ સુરત પોલીસ કમિશને પણ આરટીઆઈ અને ખંડણી માંગનારાઓ સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવા આગળ આવવા કહ્યુ હતું.
