સુરતમાં શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરી વળતરની લાલચ
લાખોનુ રોકાણ કરાવી ઠગાઈ આચરનાર બે ઠગો
ધર્મેશ પ્રેમજી ચોપડા તથા હિતેશ ભાયા ચકલાસીયાને સાયબર ક્રાઈમે પકડા
સુરતમાં શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારૂ વળતર મળશે તેમ કહી લાખોનુ રોકાણ કરાવી ઠગાઈ આચરનાર બે ઠગોને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે.
સુરતના વેપારીને એલકેપીથ્રી કન્સ્યુલેશન કેમ્પ નામના વોટ્સએપ ગ્રુપના એડમીન દ્વારા મેસેજ કરી શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારૂ એવુ વળતર મળશે તેમ કહી 30 હજાર રૂપિયાનુ રોકાણ કરાવી ઠગાઈ આચરાઈ હતી જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હોય જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી બે આરોપીઓ જેમાં ધર્મેશ પ્રેમજી ચોપડા તથા હિતેશ ભાયા ચકલાસીયાને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈલ ફોન, ડેબીટ કાર્ડ, ચેકબુક, રોકડા રૂપિયા સહિત કબ્જે લીધા હતા. તો આરોપીઓ પાસેથી મળેલા બેંક એકાઉન્ટો પર 57 જેટલી ફરિયાદ હોવાનુ અને 53 કરોડથી વધુની ઠગાઈ આચરાઈ હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો સાયબર ક્રાઈમે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.
