સુરતના ગૃહમંત્રીના નિવાસ સ્થાન પાસે જ દારૂના અડ્ડા

Featured Video Play Icon
Spread the love

સુરતના ગૃહમંત્રીના નિવાસ સ્થાન પાસે જ દારૂના અડ્ડા
2 કિલોમીટરના અંતરે જ કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા
કોંગ્રેસે જનતા રેડ કરતા વેસુ પોલીસ દોડતી થઈ

સુરતના ગૃહમંત્રીના નિવાસ સ્થાન પાસે જ ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ પડી હતી. જેને લઈ નાક નીચે જ અંધારૂ હોવાના આક્ષેપો કરાયા હતાં.

સુરતના વેસુ વિસ્તારમાં જ્યાં કાયદાના રખેવાળ અને રાજ્યના ગૃહમંત્રીનું નિવાસસ્થાન છે, તેનાથી માત્ર 2 કિલોમીટરના અંતરે જ કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. વેસુના ગેલેક્સી સર્કલની ગલીઓમાં લાંબા સમયથી અમ્મા નામની મહિલા બુટલેગર દેશી દારૂ અને તાડીનો વેપલો ચલાવતી હતી. પોલીસની નિષ્ક્રિયતા સામે આખરે જનતાએ મેદાનમાં ઉતરવું પડ્યું છે. સુરતના પોશ વિસ્તારમાં ગૃહમંત્રીના ઘરની આટલી નજીક દારૂ વેચાય તે પોલીસ તંત્રની કામગીરી પર મોટા સવાલ ઉભા કરે છે. આખરે અનુસૂચિત જાતિના પ્રમુખ નિકુંજ પારનેરીયા અને સ્થાનિક લોકોએ સાથે મળીને આ અડ્ડા પર જનતા રેડ કરી હતી. જનતાના રોષને જોતા વેસુ પોલીસ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચી અમ્મા નામની મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં જો પોલીસ પોતાની જવાબદારી ન નિભાવી શકે, તો જનતાએ જ જાગવું પડે છે. ગૃહમંત્રીના ઘરની નજીક જો ખુલ્લેઆમ દારૂ-તાડી વેચાતા હોય, તો સામાન્ય વિસ્તારની હાલત શું હશે? તેવા સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *