લિંબાયત પોલીસે પ્રતિબંધિત કોડીન સિરપની બોટલો ઝડપી
રતનચોક ખાતે રહેતા રાકેશ ગોરખ સિંદેને ઝડપી પાડ્યો
પ્રતિબંધિત કોડીન સિરપની 79 જેટલી બોટલો કબ્જે કરી
સુરતની લિંબાયત પોલીસે પ્રતિબંધિત કોડીન સિરપની બોટલો સાથે એકને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશન લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2, મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝનની સુચનાથી લિંબાયત પી.આઈ. એન.કે. કામળીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ કે.એચ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અંકિત તથા અ.હે.કો. ગજેન્દ્રદાન અને અ.પો.કો. ચેતનને મળેલી બાતમીના આધારે મીઠીખાડી બ્રિજથી ખાડી તરફ જતા રસ્તા પરથી મોપેડ સાથે મુળ મહારાષ્ટ્રના નાનગાંવનો અને હાલ લિંબાયત રતનચોક ખાતે રહેતા રાકેશ ગોરખ સિંદેને ઝડપી પાડી તેની પાસેથી પ્રતિબંધિત કોડીન સિરપની 79 જેટલી બોટલો કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
