લિંબાયત પોલીસે મહિસાગરના સાઇબર ક્રાઈમના વોન્ટેડ આરોપીને ઝડપ્યો
લુણાવાડા સાઇબર છેતરપિંડીનો વોન્ટેડ આરોપી લિંબાયતપોલીસના હાથે ઝડપાયો
કરોડોની સાઇબર છેતરપિંડીમાં વોન્ટેડ આરોપી પકડાયો
મહિસાગરના લુણાવાડા તાલુકાના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલા કરોડોની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર સહિતનાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ એનકે કામળીયાની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો સાજણભાઈ અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે મહિસાગર જીલ્લના લુણાવાડા તાલુકાના લસાયબર ક્રાઈમ પોલીસ મથકના સાડા પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા મુળ યુપીનો અને હાલ લિંબાયત ખાતે રહેતા ઈરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈનને ઝડપી પાડી તેનો કબ્જો લુણાવાડા સાયબર ક્રાઈમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
