છીંક રોકવાથી શરીરમાં શું નુકસાન થાય છે, જાણો ફેફસા થી કાન સુધી થતી ચોંકાવનારી અસરો…

Featured Video Play Icon
Spread the love

છીંક રોકવાથી શરીરમાં શું નુકસાન થાય છે, જાણો ફેફસા થી કાન સુધી થતી ચોંકાવનારી અસરો…

છીંક એક પ્રાકૃતિક રિફ્લેક્સ છે. જ્યારે આપણા નાકની અંદરનાં સૂક્ષ્મ વાળ અને મ્યુકોસા માં કોઈ ધૂળ, ધુમાડો, પરાગકણ, વાયરસ-બેક્ટેરિયા પડે છે, ત્યારે મગજ તેને “ખતરો” માનીને ફેફસાંમાંથી જોરદાર હવાના ઝટકા સાથે બહાર કાઢવાનો સંકેત આપે છે. એ જ છે છીંક.એટલે કે છીંક એ શરીરનો કુદરતી “સફાઈનો એલાર્મ” છે, જે આપણું રક્ષણ કરે છે. તબીબોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ છીંક દબાવવાના પ્રયત્નમાં નાક અને મોઢું એકસાથે બંધ કરી દે છે, તો એ શરીરને ગંભીર નુકસાન પહોંચાડવાની શક્યતા ઉભી કરી શકે છે. સામાન્ય રીતે પુરુષોમાં ફેફસાંની ક્ષમતા વધારે હોવાને કારણે તેમની છીંક વધુ તીવ્ર અને ઊંચા અવાજવાળી હોય છે. એટલે કે, છીંકનો અવાજ વ્યક્તિની ફેફસાંની ક્ષમતા તેમજ તેના શરીરના બંધારણ પર આધારિત રહે છે.

છીંક આવે ત્યારે શરીરમાં બહુ વધારે દબાણ ઊભું થાય છે. જો તેને રોકવામાં આવે, તો આ દબાણ સામાન્ય કરતાં ઘણી વખત વધી શકે છે. આ જ કારણ છે કે છીંકને દબાવવી યોગ્ય માનવામાં આવતી નથી. માન્યતા એવી પણ છે કે ફેફસાંની રચના અને વધેલા પ્રેશરના કારણે છીંકને રોકવાથી નુકસાન થવાની શક્યતા વધુ હોય છે. છીંક દબાવી દેવાથી શરીરમાં વધારાનું દબાણ અંદર જ રહી જાય છે, જેના કારણે આરોગ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ઘણી વાર આ વધારે પ્રેશર શ્વાસનળીની કોશિકાઓને નુકસાન પહોંચાડે છે અને ગંભીર તકલીફો ઉભી કરે છે. છીંકને દબાવવા જતા, નાક મારફતે બહાર નીકળવાની રહેલી તીવ્ર હવા કાનની અંદર તરફ ધકેલાય છે. તેના કારણે કાનનો પડદો ફૂલાઈ જાય છે અને તેને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી છીંકને અટકાવવી બિલ્કુલ યોગ્ય માનવામાં આવતી નથી. આંખની રક્ત નસો પર તાણ આવી આંખ લાલ થવી કે નુકસાન થઈ શકે. નાક-ગળામાં જીવાણુ અટકીને ઈન્ફેક્શન વધી શકે. છીંકને જોરથી દબાવવાથી શરીરમાં અંદર દબાણ વધી શકે છે. કાનમાં પ્રેશર વધી “કાનનાં પડદા” ફાટી શકે છે. માથામાં દબાણ વધવાથી ચક્કર કે માથાનો દુખાવો થઈ શકે. એટલે છીંક સ્વાભાવિક રીતે બહાર આવવા દેવી ખૂબ જ જરૂરી છે. જો તમે જાહેરમાં હોવ તો રૂમાલ, હાથરૂમાલ કે ટિશ્યુથી નાક-મોઢું ઢાંકીને છીંકવી જોઈએ. પછી હાથ સારી રીતે ધોઈ લેવો જોઈએ. છીંક શરીરને સુરક્ષિત રાખવા માટે કુદરતની ભેટ છે. તેને દબાવવી કે રોકવી ખતરનાક થઈ શકે છે. બસ, યોગ્ય રીતથી ઢાંકી ને છીંકવી એ સંસ્કારી અને સ્વસ્થ રીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *