બારડોલીમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ
12.27 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સુરત જિલ્લાના બારડોલી શહેરમાં નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસકાર્યોને કારણે નગરના વિકાસને નવી ગતિ મળી છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સ્વર્ણિમ જયંતી યોજના તેમજ પંદરમા નાણા પંચ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં આયોજિત વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
બારડોલીના જલારામ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કુલ 12 કરોડ 27 લાખથી વધુના ખર્ચના કામોની ભેટ નગરજનોને ધરવામાં આવી હતી. આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સરકારના સહયોગથી બારડોલી શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું લક્ષ્ય છે.
આ વિકાસકામો અંતર્ગત શહેરના આંતરિક માર્ગોનું નવીનીકરણ, ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા, આધુનિક સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય નાગરિક સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામો પૂર્ણ થવાથી નગરના સર્વાંગી વિકાસને વેગ મળશે અને સ્થાનિકોની સુખાકારીમાં વધારો થશે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, હોદ્દેદારો, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા….
