પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં લાખોનો ગાંજા
એસઓજી અને સુરત રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો
પોલીસે ગાંજાનો જથ્થો કબ્જે કરી અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યો
સુરત રેલ્વે સ્ટેશન પરથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખોનો ગાંજાનો જથ્થો રેલ્વે એસઓજી અને સુરત રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો હતો.
પશ્ચિમ રેલ્વેના નાયબ પોલીસ મહાનિર્દેશકની સુચનાને લઈ રેલ્વે એસઓજી અને સુરત રેલ્વે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર આવેલા પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો આવ્યો હોવાની માહિતી એએસઆઈ દિનેશજી તથા પો.કો. જગદિશકુમાર અને પો.હે.કો. ઘનશ્યામ તથા પો.કો. મેહુલને મળતા તેઓએ સુર તરેલ્વે સ્ટેશન પર આવેલી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરતા 23 લાખ 15 હજારથી વધૂની કિંમતનો 46.305 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજાનો જથ્થો કબ્જે કરી અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
