અમદાવાદ માધુપુરામાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ માધુપુરામાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા.
આજે હત્યા, આપઘાત અને અકસ્માતની 7 જેટલી ઘટનાઓ ઘટી બની
માધુપુરા યુવતી સાથે ભાગીને લગ્ન કરતા આકાશ મકવાણાને મળ્યું મોત.
પોલીસે આરોપી અભિષેક પરમારની કરી ધરપકડ.

રાજ્યમાં આજે હત્યા, આપઘાત અને અકસ્માતની ટોટલ સાત જેટલી ઘટનાઓ ઘટી બની છે જેમાં કુલ 9 લોકો મોતને ભેટ્યા છે ત્યારે અમદાવાદમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે.. શહેરના માધુપુરા વિસ્તારમાં સાળાએ બનેવીની હત્યા કરી નાખતા ચકચાર મચી છે

અમદાવાદ માધુપુરા વિસ્તારમાં બહેન સાથે પ્રેમલગ્ન કરનાર આકાશ મકવાણા સામે વેર વાળવાની ભાવના સાથે આરોપી અભિષેક પરમારે છરીના ઘા ઝીકી હત્યા કરી હતી, યુવતી સાથે ભાગીને લગ્ન કરતા આકાશ મકવાણાને આખરે મોત મળ્યું હતું જેને પગલે પોલીસે આરોપી અભિષેક પરમારની ધરપકડ છે

આજે રાજ્યભરમાં એક દિવસમાં સાત જેટલી ઘટનાઓ ઘટી બની છે જેમાં હત્યાની અન્ય એક ઘટનામાં મહેસાણામાં રાધનપુર ચોકડી પાસે યુવકની અંગત અદાવતમાં હત્યા થઇ. 24 વર્ષીય વિક્રમસિંહ વાઘેલાને પહેલા હુમલાખોરોએ કારની ટક્કર મારી અને પછી તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને તેનું મોત નિપજાવ્યું. હત્યાની ત્રીજી ઘટના સુરતમાં ઘટી જ્યાં ડુમસ લંગર પર યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *