ભારતીય રેલવેની સુરક્ષા માટે ‘ કવચ 4.0 સિસ્ટમ લાગુ

Featured Video Play Icon
Spread the love

ભારતીય રેલવેની સુરક્ષા માટે ‘ કવચ 4.0 સિસ્ટમ લાગુ
પશ્ચિમ રેલવેના ડીઆરએમરાજુ ભડકે ગુજરાતના નડિયાદમાં
નડિયાદ સ્ટેશન પર મુલાકાત લઈ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું

લાલ સિગ્નલ ઓળંગતા જ ટ્રેનમાં આપોઆપ બ્રેક લાગી જશે. ખરાબ વાતાવરણ અને ધુમ્મસમાં પણ ટ્રેનો હવે સુરક્ષિત રીતે દોડશે

પશ્ચિમ રેલવેના બાજવા અમદાવાદ સેક્શનના 96 કિમી પર સુરક્ષા કવચ સક્રિય કરવામાં આવ્યું છે. હવે માનવીય ભૂલને કારણે થતા રેલ અકસ્માતો ભૂતકાળ બની જશે. ભારતમાં બનેલી આ ‘કવચ 4.0’ ટેકનોલોજી ટ્રેનોની સામસામે થતી ટક્કર રોકશે. કવચ સિસ્ટમ બે ટ્રેનો વચ્ચે નીકળતા શોધી કાઢે છે. એક જ લાઈન ઉપર એકબીજા તરફ ટ્રેન આવતી હોય ત્યારે ટ્રેનને આપમેળે બ્રેક લાગુ કરે છે. તે ઓપરેટર અથવા તો લોકો પાયલોટને ટ્રેનનો કંટ્રોલ લેવા માટે પણ એલર્ટ કરે છે.

પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર આ પ્રણાલી કાર્યરત કરાઈ છે. 96 કિલોમીટરના આ રેલવે લાઇન પર હવે અકસ્માત થવાની શક્યતા લગભગ નહીવત થશે. કવચ સિસ્ટમને સલામતી અખંડિતતા માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે. કવચને વિશ્વમાં ઉપલબ્ધ સૌથી સસ્તી એટીપી સિસ્ટમ તરીકે પ્રમોટ કરવામાં આવી છે. લોકો પાયલટ ભૂલ કરે કે રેડ સિગ્નલ પાર કરવાની ના છૂટકે નોબત આવે તો સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવે છે. એટલે કે તે ટ્રેક, સિગ્નલ અને ટ્રેન વચ્ચે સતત સંવાદ સાધે છે. જો એક જ પાટા પર બે ટ્રેનો આવી જાય તેવી સ્થિતિ હોય તો પણ તે જોખમ પણ કવચ ઘટાડી દે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *