માંડવી : અનાજ કરિયાણાની દુકાનમાં જનતા રેડ

Featured Video Play Icon
Spread the love

માંડવી : અનાજ કરિયાણાની દુકાનમાં જનતા રેડ
નવસાર અને એક્સપાયર ડેટ વાળી ખાદ્ય વસ્તુઓ ઝડપાઇ
પોલીસે અખાદ્ય ગોળના જથ્થા સહિતની ચીજ વસ્તુ કબજે લીધી

માંડવીના વાડી ગામે જનતાએ રેડ કરી અખાદ્યગોળ નવસાર અને એક્સપાયર ડેટ વાળી ખાદ્ય વસ્તુઓ ઝડપી પાડી .

પોલીસે ઘટના સ્થળે દોડી આવી અખાદ્ય ગોળ ના જથ્થા સહિતની ચીજ વસ્તુ કબજે લીધી. ઉમરપાડા તાલુકાના વાડી ગામે અનાજ કરિયાણાની દુકાનમાં જનતા રેડ થતા અખાદ્ય ગોળ નો જથ્થો નવસાર કેમિકલ મહુડા અને એક્સપાયર ડેટ વાળી ખાદ્ય ચીજ વસ્તુઓ ઝડપી પાડી હતી અને આ ઘટનાની જાણ પોલીસને કરાવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જથ્થો કબજે લઈ દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી  ખાસ જિલ્લાના છેવાડે આવેલા ઉંમરપાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં બહુલ આદિવાસી વસ્તી આવેલી છે બહારથી આવેલા પરપ્રાંતીય દુકાનદારો દ્વારા બિનઅધિકૃત ચીજ વસ્તુઓનું વેચાણ કરી આદિવાસી સમાજના લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની અવારનવાર ફરિયાદો ઉઠી રહી હતી વાડી ગામના સ્ટેશન પાસે આવેલ રાજુભાઈ રામાજી ગુર્જર ની અનાજ કરવાની દુકાનમાં સ્થાનિક આગેવાનો જશવંતસિંહ વસાવા. દિલાવર ભાઈ વસાવા… રણજીતભાઈ વસાવા જીગ્નેશભાઈ વસાવા હરીશભાઈ વસાવા ભુપેન્દ્રસિંહ વસાવા વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં જનતા રેડ થઈ હતી જેમાં દારૂ બનાવવા માટે વપરાતો અખાઘ ગોળનો જથ્થો તેમજ મહુડા નવસાર દારૂ બનાવટમાં નાખવાનો કેમિકલ પાવડર ઝડપી પાડવામાં આવ્યો હતો અને વધુમાં તપાસ કરતા દુકાનમાંથી એક્સપાયર ડેટ ની વેફર લોટ સહિત ની ખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક વાડી ગામે દોડી આવી હતી અને અખાદ્ય ગોળ સહિતનો મુદ્દા માલ કબજે લઈ દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. વાડી ગામે જનતા રેડ થતા બિનઅધિકૃત ચીજ વસ્તુઓનો વેપાર કરતાં દુકાનદારોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *