ઓનલાઈન રૂપિયા પડાવી લેનાર જામતારા ગેંગ
સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા
સીનીયર સીટીઝને સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી
વોટ્સએપ પર ડુપ્લીકેટ ડીજીટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવી લેનાર જામતારા ગેંગના સભ્યોને ઝારખંડથી સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા હતાં.
સુરતના સનીયર સીટીઝનને મોબાઈલ વોટ્સએપ પર અજામ્યાએ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી હતી અને તે ફાઈલ ફરિયાદીએ ડાઉનલોડ કરતા જ તેમનો મોબાઈલ હેકથઈ ગયો હતો અને તેમના મોબાઈલમાં આવેલા ઓટીપીના માધ્યમથી 2 લાખ 45 હજાર ટ્રાન્સફર થઈ ગયા હતાં. આ મામલે સીનીયર સીટીઝને સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે ઝારખંડના જામતારા ખાતે પહોંચી ત્યાંથી જામતારા ગેંગના સભ્યો સરફરાઝ યાસીન અંસારી, રિયાઝ અંસારી અને શહાઝાદ અંસારીને ઝડપી પાડ્યા હતાં. તો ઝડપાયેલા આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, અસમ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 121 જેટલી ફરિયાદો નોંધાઈ હોવાનુ પણ સામે આવ્યુ છે. હાલ તો સુરત સાયબર ક્રાઈમે ઠગોની વધુ પુછપરછ હાથ ધરી છે.
