સુરતથી દિલ્હી અને જયપુર જતી ઈન્ડિગો ફ્લાઈટ રદ્દ
ઈન્ડિગોના કર્મચારીઓ કોઈ જવાબ નહી આપતા હોવાનો આક્ષેપ
ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરોને હાલાકી થઈ
સુરતથી દિલ્હી અને જયપુર જતી ઈન્ડિગો ફ્લાઈટ રદ્દ થતા મુસાફરો અટવાયા હતાં. તો ઈન્ડિગોના કર્મચારીઓ કોઈ જવાબ નહિ આપતા હોવાનો આક્ષેપ કરાયો હતો.
સુરત ઈન્ડિગો ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરો અટવાયા હતાં. સુરત થી દિલ્હી અને જયપુર ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરોને હાલાકી થઈ હતી. ટેક્નિકલ કારણોસર ફ્લાઈટ કેન્સલ થઈ હોય જો કે ઈન્ડિગોના કર્મચારીઓ કોઈ યોગ્ય જવાબ આપતા ના હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો હતો. સુરતથી વિદેશી યાત્રીઓ પણ અટવાઈ હતી. તો સાથે પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતાં. અને ઈન્ડિગો મેનેજર કર્મચારીઓ ગોળ ગોળ જવાબ આપતા હોવાની ફરિયાદ પણ મુસાફરોએ કરી હતી.
