માંડવી : સરકારી કુમાર અને કન્યા છાત્રાલય ના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન
માંગરોળના વાંકલ ખાતે મંત્રી દુર્ગા દાસ ઉઈકે ના હસ્તે મકાનનું ઉદ્ઘાટન કરાયું
આ પ્રસંગે શિક્ષણ મંત્રી સાંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા જોડાયા
ઉમરપાડાના બિલવણ ખાતે રૂ.૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત આદર્શ નિવાસી કન્યા શાળાના મકાન અને છાત્રાલયનો ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકે દ્વારા શુભારંભ કરવામાં આવ્યા હતા.
ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકેના હસ્તે ઉમરપાડા તાલુકાના બિલવણગામે રૂ.૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત આદર્શ નિવાસી કન્યા શાળાના મકાન અને છાત્રાલયનો શુભારંભ કરાયો હતો. આ અવસરે આદિજાતિ વિકાસ, અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડીંડોર તેમજ બારડોલીના સાસંદ પ્રભુ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રાયબલ અફેર્સ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું નેતૃત્વ સંભાળ્યા બાદ આદિવાસી સમાજને પ્રગતિની નવી દિશા મળી છે. વડાપ્રધાનની ચેતના અને સંવેદના થકી અનેક લાભકારી યોજનાઓ અમલમાં આવી છે. જેના પરિણામે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલ સૈનિક સ્કૂલની મંત્રી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા જોડાયા હતા..
