સુરતના લિંબાયત વિસ્તારમાં ફરી હત્યાની ઘટના બની
નાસ્તો કરવાના પૈસા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી હત્યા
સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ રવીન્દ્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો
મૃતક અને આરોપીઓ સગાં સંબંધમાં હતા
લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં મિત્રની ચપ્પુના ઘા મારી હત્યા કરનાર હત્યારાઓને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.
સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ આસ્તિક નગર ખાતે અરૂણ પાટીલ નામના યુવાનની હત્યા કરાઈ હતી. આસ્તિક નગર સોસાયટી બહાર બાઈક પર બેસેલા અરૂણની તેના જ મિત્રોએ નજીવી બબાતે થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરી નાંખી હતી. તો હત્યા કર્યા બાદ બન્ને મિત્રો ભાગી છુટ્યા હતાં. બનાવને લઈ પોલીસને જાણ થતા લિંબાયત પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડી હત્યા કરી ભાગી છુટેલા હત્યારા મિત્રો જેમાં સન્ની અને દાદુને ઝડપી પાડ્યા હતા અને સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
