સુરતમાં ફરી રફતારના રાક્ષસે એકનો ભોગ લીધો
નેશનલ લેવલ રનરને કચરાની ગાડીએ ટક્કર મારતાં મોત
19 વર્ષીય વિધિ કદમનો મોપેડ પર જિમ જતા સમયે મનપાની ગાડી સાથે અકસ્માત
ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ
સુરતમાં ફરી રફતારના રાક્ષસે એકનો ભોગ લીધો છે. વેસુ વિસ્તારમાં મોપેડ પર જીમ જતી નેશનલ દોડવીરને કચરાના ટેમ્પા ચાલકે અડફેટે લેતા મોત નિપજ્યુ હતું.
સુરત શહેરમાં ફરી રફતારના રાક્ષસનો આંતક સામે આવ્યો છે. જેમાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતી નેશનલ દોડવીર એવી 20 વર્ષિય વિધિ કદમ સવારના સમયે પોતાની મોપેડ લઈ જિમ જઈ રહી હતી તે સમયે સુરત મહાનગર પાલિાકના કચરાના ટેમ્પો ચાલકે બેફામ રીતે ટેમ્પો હંકારી નેશનલ દોડવીર વિધિને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ તપાસહાથ ધરી હતી
