સુરતમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ
રૂપિયા 28 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સના વેચાણ સામે પોલીસ સતર્ક
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ડીસીપી ઝોન ટુ અને સલાબતપુરા પોલીસની ટીમે ઉમરવાડા ટેનામેન્ટ ખાતેથી એકને 27.99 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને સુરત પોલીસ સફળ બનાવી રહી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતની ડીસીપી ઝોન ટુ ની એલસીબીની ટીમ અને સલાબતપુરા પોલીસની ટીમે બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ઉમરવાડા ખાતે દરોડા પાડ્યા હતાં. અને ત્યાંથી 27.99 લાખની કિંમતના 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી મોહમ્મદ અસલમ ઉર્ફે મારીયો પઠાણને ઝડપી પાડ્યો હતો. તો આરોપી પાસેથી રોકડ અને મોબાઈલ સહિત 28 લાખ 65 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ અંગે નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવીએ વધુ માહિતી આપી હતી.
