સુરત : સુરતમાં અપહરણ વિથ દુષ્કર્મનો આરોપી ઝડપાયો
6 વર્ષથી ફરાર દુષ્કર્મ કેસનો આરોપી આંધ્રપ્રદેશથી ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચે આરોપી સૈયદ ઉર્ફે બાશા કાદરને ઝડપ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેપાળી પરિવારની સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી જઈ બળાત્કાર ગુજારનાર છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તહેવારોને લઈ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાનિ્ચની મોબાઈલ ચોરી સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે કતારગામ પોલીસ મથકમાં છ વર્ષ અગાઉ નોંધાયેલા નેપાળી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી જઈ બલાત્કાર ગુજારવાના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુળ આંધ્રપ્રદેશનો અને હાલ સુરતના કતારગામ ખાતે રહેતા સૈયદ બાશા ઉર્ફે અમન ઉર્ફે જાવેદ અમન અબ્દુલ કાદરને આંધ્રપ્રદેશથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
