સુરતમાં સચીન જીઆઈડીસી પોલીસે ગાંજા સાથે એકને ઝડપ્યો
યુપીવાસી અજીત સીયારામ નિષાદને ઝડપી ધરપકડ
સુરતમાં સચીન જીઆઈડીસી પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને લઈ ગાંજા સાથે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલ, બીબી પરમાર અને કેએચ રોયલાની ટીમ પીએસઆઈ એચઆર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઝાકિરને મળેલી બાતના આધારે સચીન જીઆઈડીસી ખાતેથી ગાંજા સાથે યુપીવાસી અજીત સીયારામ નિષાદને ઝડપી પાડી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
