સુરતમાં મહિધરપુરા પોલીસને સૌથી મોટી સફળતા મળી
4 જુગારીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા
સુરતમાં મહિધરપુરા પોલીસને સૌથી મોટી સફળતા મળી હોય તેમ 4 જુગારીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરતમાં ખુલ્લેઆમ ચાલતા જુગારધામ પરથી જુગારીઓ ઝડપી પાડવાની કામગીરીમાં મહિધરપુરા પોલીસને સૌથી મોટી સફળતા મળી હતી. જેમાં મહિધરપુરા પોલીસના કાફલાએ ગોલવાડમાં દરોડા પાડી ગલકા શેરીમાંથી બાતમીના આધારે ચાર જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. મહિધરપુરા પોલીસે આટલી મોટી સંખ્યામાં જુગારીઓને ઝડપી પાડતા અન્ય જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો તો મહિધરપુરા પોલીસે ચાર ચાર જુગારીઓને ઝડપી પાડતા પોલીસની પ્રસંશનીય કામગીરી હોવાનું કહેવાય રહ્યુ છે.
